સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામામાં CRPFના કાફલા ઉપર થયેલ હુમલાની કડક નિંદા કરી
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા ઉપર થયેલ હુમલાની કડક નિંદા કરી છે. આ હુમલામાં 40 કરતાં વધુ જવાન શહીદ થયા હતા અને તેની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. સુરક્ષા પરિષદે આ ઘટનાના અપરાધીઓ ષડયંત્રકારીઓ અને તેને નાણાં પૂરા પાડનારને આ નિંદનીય વૃત્તિ માટે કસુરવાર ઠરાવવા અને ન્યાયના દાયરામાં લાવવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. સંયુક્ત રાષ્ટ્રની 15 શક્તિશાળી દેશોના પ્રતિનિધિઓવાળી સુરક્ષા પરિષદે તેના નિવેદનમાં પાકિસ્તાનના આતંકી સમુહ જૈશ એ મોહમ્મદનું નામ પણ લીધું. નિવેદનમાં આતંકવાદને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
