સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે SCOના દેશોને આતંકવાદ નાબૂદ કરવા અનુરોધ કર્યો
Live TV
-
નવી દિલ્લીમાં શાંઘાઈ સહકાર સંગઠનના સંરક્ષણ મંત્રીઓને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, આતંકવાદી કૃત્યો અથવા આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન એ માનવતા વિરુદ્ધ ગુનો છે. શાંઘાઈ સહકાર સંગઠનના દેશોને આતંકવાદને નાબૂદ કરવા માટે સામૂહિક રીતે કામ કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કે ભંડોળ આપનારની જવાબદારી નક્કી કરવાનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે યુવાનોમાં કટ્ટરપંથી માનસિકતા અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને સુરક્ષા સામે મોટો પડકાર ગણાવ્યો અને સામાજિક-આર્થિક પ્રગતિમાં અવરોધરૂપ ગણાવ્યો હતો. ચર્ચા-વિચારણાના અંતે, તમામ સભ્ય દેશોએ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં પ્રદેશને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાની સામૂહિક ઇચ્છા વ્યક્ત કરી છે.
