કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ PM મોદીનો આજે રોડ શૉ
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ રોડ શૉ અને જનસભા ગજવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકના બે દિવસના પ્રવાસે છે, તેઓ બે દિવસમાં 6 જનસભા સંબોધશે, જ્યારે બેંગાલુરુમાં આજે રોડ શૉ યોજશે. 10 મેના કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિદર જિલ્લાના હુમનાબાદમાં જનસભા સંબોધશે.જ્યારબાદ તેઓ વિજયપુરા અને બેલગાવી જિલ્લામાં જાહેરસભા ગજવશે.બેંગલુરમાં રાત્રિ રોકાણ બાદ આવતીકાલે બપોરે રામનગરમાં રેલી યોજશે બાદમાં હાસનમાં જાહેરસભા અને મૈસૂરમાં રોડ શૉ કરશે.
