ઓપરેશન કાવેરીઃ સુદાનથી 135 ભારતીયો પરત ફર્યા
Live TV
-
અત્યાર સુધી 1600 ભારતીયોને હિંસાગ્રસ્ત સુદાનથી ભારત લવાયા
સુદાનમાં ફસાયેલ ભારતીયોને વતન પરત લાવવાની કામગીરી ઓપરેશન કાવેરી અંતર્ગત ચાલુ છે. 135 યાત્રીઓ આજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે. અન્ય એક વિમાન જેદ્દાથી 231 ભારતીયોને લઈને નવી દિલ્હી માટે રવાના થઈ ગયું છે...આ પાંચમી ફ્લાઈટ સાથે અત્યાર સુધીમાં લગભગ 1 હજાર 600 ભારતીયોને હિંસાગ્રસ્ત સુદાનથી બહાર ખસેડવામાં આવ્યા છે...સુરક્ષિત વતન પરત આવનાર લોકોએ સરકારનો આભાર માન્યો હતો.
