સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી માલદીવના ત્રણ દિવસના પ્રવાસે
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી માલદીવના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે રહેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી માલદીવના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે રહેશે. તેઓ માલદીવના સંરક્ષણ મંત્રી મારિયા અહમદ દીદી અને વિદેશ મંત્રી અબદુલ્લા શાહિદ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. માલદીવમાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો વિષે વ્યાપક ચર્ચા વિચારણા થશે. તેઓ માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલેહ સાથે પણ મુલાકાત કરવાના છે.
સંરક્ષણ મંત્રી માલદીવના સુરક્ષા દળોને એક પેટ્રોલિંગ જહાજ અને લેન્ડિંગ ક્રાફ્ટની ભેટ પણ આપશે. માલદીવમાં ભારત દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત કરશે અને ભારતવંશીઓ સાથે સંવાદ પણ કરશે.
