સુદાનમાંથી ભારતીયોને પરત વતનમાં લાવવા ઓપરેશન કાવેરીની શાનદાર કામગીરી
Live TV
-
ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત સુદાન ખાતેથી ભારતીયોને સુરક્ષિત વતન લાવવામાં આવી રહ્યા છે.
ઓપરેશન કાવેરી અંતર્ગત હિંસાગ્રસ્ત સુદાન ખાતેથી ભારતીયોને સુરક્ષિત વતન લાવવામાં આવી રહ્યા છે. 3000 ભારતીયોને અત્યાર સુધીમાં સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા છે. ઉપરાંત જેદ્દાહ ખાતેથી 186 ભારતીયોને લઇને વિમાન કોચ્ચિ પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અંદાજે 3000 ભારતીયો સુદાનથી બહાર આવી ચુક્યા છે. 122 ભારતીયોને લઇને વાયુસેનાનું વિમાન જેદ્દાહ માટે રવાના થઇ ચુક્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી ટ્વીટરના માધ્યમથી સતત ઓપરેશન કાવેરી દ્વારા ભારત આવી રહેલા ભારતીયોની માહિતી આપી રહ્યા છે.
