Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે

Live TV

X
  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પુરી તાકાત સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

    કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પુરી તાકાત સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારકો પક્ષના ઉમેદવાર માટે પ્રચારના કામે લાગેલા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ વીતેલા કેટલાક દિવસોથી પ્રચારકાર્યમાં લાગેલા છે. ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી  બસવરાજ બોમ્માઇ અને જે.પી.યેદિયુરપ્પા સહિતના નેતા ઉપસ્થિત રહી શકે છે. પક્ષના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે તુમકુરૂ અને શિવમોગા ખાતે રોડ શો કરશે. 

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચામરાજનગર ખાતે જનસભાને સંબોધશે. કોંગ્રેસ નેતા પણ આજે તુમકૂરૂ, હાસન અને ચામરાજનગર ખાતે રેલીને સંબોધશે. જનતા દળ અધ્યક્ષ દેવ ગૌડા આજે પ્રચાર માટે મેંગ્લોર પહોંચશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેંગ્લુરૂના દાસરહલ્લી ખાતે આજે એક રોડ શોમાં ભાગ લેવાના છે. કર્ણાટકમાં 10મેના રોજ એક તબક્કામાં બધી સીટોનું મતદાન થશે. અને ત્યારબાદ 13 મેના રોજ મતગણતરી હાથ ધરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply