સંસદના ચોમાસું સત્રના પ્રારંભે અવિસ્વાસ પ્રસ્તાવને લોકસભા અધ્યક્ષની મંજૂરી
Live TV
-
ચોમાસું સત્રમાં રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે અને S.C, S.T એક્ટનો વ્યાપ, વિસ્તારની બાબત જણાવી
સંસદના ચોમાસું સત્રના પ્રારંભે જ લોકસભા અધ્યક્ષે T.D.P.,કોંગ્રેસ અને C.P.M. દ્વારા રજૂ કરવામાં આવેલા અવિસ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી અને 20 જુલાઇ શુક્રવારના રોજ સદનમાં તેની પર ચર્ચા થશે. દરમિયાન સરકારે જણાવ્યું છે કે સરકાર તમામ ચર્ચા માટે તૈયાર છે. આજથી શરૂ થયેલા ચોમાસું સત્રમાં રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે અને S.C, S.T એક્ટનો વ્યાપ, વિસ્તારની બાબત પણ જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે S.C, S.T જાતિના લોકો પર કોઈ અત્યાચાર ન થાય તે માટે સરકાર કાયદાનો વ્યાપ વધારી રહી છે અને અતિ વિશિષ્ટ અદાલતનું પણ ગઠન કરવામાં આવ્યું છે. 18 જુલાઇ થી 10 ઓગસ્ટ સુધી ચાલનારા ચોમાસુ સત્રના આરંભે, પ્રધાનમંત્રી મોદીએ તમામ પક્ષોને સહયોગની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સંસદમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ તો જ દેશહિતમાં નિર્ણય લેવાશે. નોંધનીય છે કે બજેટ સત્ર કોઈ કામકાજ વિના જ પૂર્ણ થયું હોવાથી આ સત્રમાં મહત્વના કામ પૂર્ણ કરવામાં આવશે..
