Skip to main content
Settings Settings for Dark

સંસદના લાયબ્રેરી ભવનમાં યોજાઈ ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના એક્ઝીક્યુટીવની બેઠક 

Live TV

X
  • બેઠકમાં ચોમાસા સત્રને લઈને રણનીતિ બનાવવામાં આવી અને સંસદ સત્ર દરમિયાન N.D.A.ની નીતિ અંગે પણ ચર્ચા થઈ હતી

    સંસદ સત્ર પહેલા ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના એક્ઝીક્યુટીવની બેઠક સંસદના લાયબ્રેરી ભવનમાં યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,ભાજપા અધ્યક્ષ અમિત શાહ ,ગૃહ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત અનેક મંત્રીઓ અને વરિષ્ઠ ભાજપ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ચોમાસા સત્રને લઈને રણનીતિ બનાવવામાં આવી હતી. ભાજપની બેઠક બાદ N.D.A.ની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,અમિત શાહ તેમજ સહયોગી દળોના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં સંસદ સત્ર દરમિયાન N.D.A.ની નીતિ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં કહેવાયું કે સત્રમાં વિપક્ષ જે પણ પ્રસ્તાવ લાવશે તેનો N.D.A.સાથે મળીને સામનો કરશે. આ બેઠકમાં ખેડૂતોનો M.S.P. વધારવાના નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો અને કહેવાયું કે આ નિર્ણયથી દેશના ખેડૂતો ખુશ છે. તે માટે પ્રધાનમંત્રીને અભિનંદન આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply