Skip to main content
Settings Settings for Dark

સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ, રક્ષામંત્રીએ સરહદ સ્થિતિ અંગે આપશે નિવેદન

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથસિંહ લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થીતિ ઉપર આજે લોકસભામાં વકતવ્ય આપશે. લોકસભામાં આજે સાંસદોના વેતન ભથ્થા અને પેંન્શન સુધારા વિધેયક-2020, આવશ્યક વસ્તું સુધારા વિધેયક 2020, અને બેંકીગ વિનિયમ સુધારા વિધેયક 2020, ચર્ચા અને મંજુર કરાવવા માટે રખાશે. રાજ્યસભામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન આજે કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસો ઉપર એક નિવેદન આપશે. આ ઉપરાંત અન્ય એજન્ડામાં એરક્રાફ્ટ સુધારા વિધેયક અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ વિધેયક મંજુર કરવા ચર્ચા કરવામાં આવશે. સોમવારે આ બન્ને વિધેયક ગૃહમાં રજુ થયા હતાં. આ ઉપરાંત સેલેરી એન્ડ એલાઉન્સ ઓફ મીનીસ્ટર સુધારા વિધેયક ગૃહની યાદીમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply