સંસદના બંને ગૃહોની બેઠક સોમવારે મળશે, વિપક્ષના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
Live TV
-
સંસદ ગૃહમાં બેઠક ચાલી રહી હતી એ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને અદાણી જૂથ અંગે હોબાળો થતા સતત પાંચમા દિવસે બેઠક મુલત્વી રાખવાની ફરજ પડી છે. તેથી બંન્ને ગૃહની બેઠક હવે સોમવારે મળેશે. રાહુલ ગાંધીના નિવેદન બાબતે સત્તાધારી પક્ષના સભ્યો અને અદાણી મુદ્દે વિપક્ષના સભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકસભામાં એક તરફ સત્તાધારી પક્ષોના સભ્યોએ રાહુલ ગાંધીના નિવેદન બદલ માફીની માગણી કરી હતી, તો વિપક્ષના સભ્યો અદાણી જૂથ સામે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી કરી રહ્યા હતા. શોરબકોર ચાલુ રહેતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી ચાલવા દેવા સભ્યોને રજૂઆત કરી હતી. રાજ્યસભામાં અદાણી જૂથ મુદ્દે વિપક્ષો દ્વારા સભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ થયો હતો જો કે સભાપતિ જગદીપ ધનખડે એ રજૂઆતનો અસ્વીકાર થતા ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા અને અંતે બેઠકને મુલત્વી રાખવાની ફરજ પડી હતી.
