સરકારે ભૂતપૂર્વ અગ્નિવીર માટે CISFમાં 10% અનામતની જાહેરાત કરી
Live TV
-
અગ્નિવીરો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારે ભૂતપૂર્વ અગ્નિવીર માટે CISFમાં 10% અનામતની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ બેચના ભૂતપૂર્વ અગ્નિવીરોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે અગ્નિવીરોની અનુગામી બેચને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નોટિફિકેશન મુજબ, ભૂતપૂર્વ અગ્નિવીરોએ કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે તેમને શારીરિક પરીક્ષણમાંથી પણ મુક્તિ મળશે. મહત્વનું છે કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજનાની જાહેરાત કરી હતી. આ માટે 1968ના CISF એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીર માટે આરક્ષિત રહેશે.
