સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે જ દિલ્હી મુદ્દે બંન્ને ગૃહમાં હોબાળો
Live TV
-
ગઈકાલે લોકસભા નો પ્રથમ દિવસ ભારે હોબાળા સાથે શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસ ના સાસંદો ગૃહ મંત્રી ના રાજીનામા ની માંગણી સાથે ,ટ્રેઝરી બેંચ સુધી જવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ અને ભાજપ ના સાસંદો વચ્ચે ,ધક્કા મુક્કી થતા હોબાળો વધ્યો હતો. જેના કારણે ,પહેલા બપોરે બે વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી પણ બે વાગ્યા બાદ પણ કોંગ્રેસ સહિત ના વિપક્ષો એ હોબાળો યથાવત રાખતા લોક સભા સ્પીકર ઓમ બિરલા એ લોક સભા ને આજ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તો સ્પીકરે ,કોંગ્રેસ ના સાસંદો ને હોબાળો અને સુત્રોચ્ચારને લઇ ને તાકીદ કરી હતી કે લોકશાહી ના મંદિર માં આ પ્રકાર ના વર્તન ને ચલાવી ન લેવાય.લોકસભા માં ,હોબાળા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ,ઘણા બિલ રજુ કર્યા. જેમાંથી એક વિવાદ થી વિશ્વાસ બિલ પણ હતુ. નાણામંત્રી ,જ્યારે બિલ રજુ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ તરફ થી, હોબાળો થતો રહ્યો. છેવટે લોકસભા ને સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા ની કાર્યવાહી ,સ્વર્ગસ્થ સાંસદો ને, શ્રદ્ધાંજલિ આપવાની સાથે થઈ હતી. સાસંદો એ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોક સભા ની કાર્યવાહી આજ સુધી સ્થગિત કરી દીધી હતી. જો કે, આ દરમિયાન ,કોંગ્રેસના ઘણા સાંસદોએ, દિલ્હી હિંસા માં મોત ને ભેટેલા લોકો ને પણ શ્રદ્ધાંજલિ આપવાની માંગ કરી હતી.
