Skip to main content
Settings Settings for Dark

સંસદના બજેટ સત્રનો બીજો ભાગ સોમવારથી શરૂ થશે

Live TV

X
  • સંસદના બજેટ સત્રનો બીજો ભાગ આવતીકાલથી એટલે કે સોમવારથી શરૂ થશે. સત્રના બીજા તબક્કામાં કુલ 17 બેઠકો હશે અને તે આવતા મહિનાની 6 તારીખ સુધી ચાલશે. બજેટ સત્ર એક મહિનાની લાંબી રજા પછી ફરી શરૂ થશે જે દરમિયાન વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓએ વિવિધ મંત્રાલયો અને વિભાગોની અનુદાન માટેની માંગણીઓની તપાસ થશે.
     
    બજેટ સત્રના બીજા તબક્કા પહેલા, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે પણ આજે નવી દિલ્હીમાં ગૃહની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
     
    સંસદના બજેટ સત્રની શરૂઆત 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થઈ હતી. સંસદ સત્રનો પ્રથમ તબક્કો 13મી ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 10 બેઠકો યોજાઈ હતી. પ્રથમ તબક્કા દરમિયાન, રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ 2023-24 માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply