Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ કર્ણાટકના માંડ્યા, હુબલી અને ધારવાડમાં આજે 16,000 કરોડ રૂપિયાની યોજનાઓનું, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના માંડ્યા અને હુબલી ધારવાડની મુલાકાતે પહોંચ્યા હતા. બાદમાં પ્રધાનમંત્રીએ માંડ્યામાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેઓ 16,000 કરોડ રૂપિયાની યોજનાઓનું, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટમાં પીએમ બેંગ્લોર-મૈસૂર Express Way નું લોકાર્પણ કર્યું અને મૈસુર-ખુશાલનગર Four Lane હાઇવેનો શિલાન્યાસ કર્યો. 

    આ સાથે IIT ધારવાડ રાષ્ટ્રને સમર્પિત કર્યું. ફેબ્રુઆરી 2019માં PMએ આ તમામ પ્રોજેક્ટની આધારશિલા મૂકી હતી. આ સાથે શ્રી સિધરોધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વના સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મનું પણ પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું અને પુનઃવિક્સિત Hospet સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું. તે હુબલીના સ્મારકોની જેમ બનાવવામાં આવ્યું છે. વધુમાં, પ્રધાનમંત્રી મોદી ધારવાડ બહુ-ગ્રામ જલાપૂર્તિ યોજનાની પણ આધારશિલા રાખશે. 

    પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં દેશના વિકાસ માટે થઇ રહેલ કામોની વાત કરી કહ્યું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસના કામો ખૂબ ઝડપથી થઇ રહ્યા છે. તો વધુમાં કહ્યું કે તેઓ દેશના ગરીબોના વિકાસ અને કલ્યાણના કામો કરવામાં વ્યસ્ત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply