G20 SAI ના વરિષ્ઠ અધિકારીઓની પ્રથમ બેઠક આવતીકાલે ગુવાહાટીમાં શરૂ થશે
Live TV
-
સર્વોચ્ચ ઓડિટ સંસ્થા-SAI-20 ના વરિષ્ઠ અધિકારીઓની પ્રથમ બેઠક આવતીકાલે ગુવાહાટીમાં શરૂ થશે. આ કાર્યક્રમની વિષય વસ્તુ સમુદ્રી અર્થવ્યવસ્થા અને જવાબદાર કૃત્રિમ બુદ્ધિમત્તા રાખવામાં આવી છે. બેઠકનો ઉદ્દેશ્ય એક એવી અર્થવ્યવસ્થા વિકસાવવાનો છે. જેમાં સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓ શાસનમાં સક્રિય સહભાગી હોય અને પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે.
ભારતના ક્રોમ્પટ્રોલર અને ઓડિટ જનરલ SAI-20 બેઠકની અધ્યક્ષતા કરશે અને G-20ના સભ્ય દેશો, અતિથિ દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ SAI-20 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, ઓમાન, રિપબ્લિક ઑફ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી અને UAEની સંસ્થાના સભ્યો તેમાં ભાગ લેશે. 2022 માં ઈન્ડોનેશિયાના G-20 પ્રમુખપદ દરમિયાન સહકારી દેખરેખ દ્વારા આર્થિક સંચાલન પ્રક્રિયાને વેગ આપવા માટે G-20ના SAI-20 જૂથની સ્થાપના કરવામાં આવી હતી.
