આજથી સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની થશે શરૂઆત
Live TV
-
સંસદના બંને ગૃહમાં રજૂ કરાશે મહત્વના વિધેયક, 6 એપ્રિલ સુધી ચાલશે સંસદનો બીજો તબક્કો
આજથી શરૂ થનાર સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં રાજ્યસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા સપ્લીમેન્ટરી ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ સંબંધિત વક્તવ્ય સદનના ટેબલ પર મૂકવામાં આવશે. આ ઉપરાંત રાજ્યસભામાં બે વિધાયકો સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં સંવિધાન સંશોધન સંબંધિત અનુસૂચિત જનજાતિ સંબંધિત પાંચમો અને ત્રીજો સંવિધાન સંશોધન વિધેયક સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે લોકસભામાં કિરણ રિજીજૂ નિરસન અને સંશોદન વિધેયક, 2022 વિચાર અને પસાર કરાવવા માટે રજૂ કરશે.
