ગુવાહાટીમાં આજથી શરૂ થશે સુપ્રીમ ઓડિટ ઈન્સ્ટીટ્યૂશનના વરિષ્ઠ અધિકારીઓની પહેલી બેઠક
Live TV
-
'બ્લૂ ઈકોનોમી' અને 'રિસ્પોન્સ આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ' પર થશે ચર્ચા
ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત દેશના અલગ અલગ ભાગોમાં વિભિન્ન કાર્યસમૂહોની મહત્વની બેઠકો સતત ચાલુ છે. આ શ્રેણીમાં આસામના ગુવાહાટીમાં SAI-20 એટલે કે G20 સભ્ય દેશોના સર્વોચ્ચ લેખા પરીક્ષા સંસ્થાનના વરિષ્ઠ અધિકારીઓની પ્રથમ બેઠકનું આજથી બુધવાર વચ્ચે આયોજન કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં બ્લુ ઈકોનોમી અને રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ જેવા બે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવશે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક આ બંને વિષયો પર બેઠકમાં સંકલ્પના પત્ર રજૂ કરશે. જેના પર G20 સભ્ય દેશો પોતાના અનુભવો રજૂ કરશે. બ્લુ ઈકોનોમી એક એવી આહિત પ્રણાલી છે જેમાં સમુદ્રી અને તાજા પાણીના સંરક્ષણ અને સતત ઉપયોગને આગળ વધારવામાં, ખાદ્ય અને ઊર્જાનું ઉત્પાદન કરવા, આજીવિકાનું સમર્થન કરવા અને આર્થિક ઉન્નતિની જુદી જુદી નીતિઓ સામેલ છે. જ્યારે સરકારો, વ્યવસાયો, નાગરિક સમાજ સંગઠનોમાં રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના ઉપયોગ પર જાગૃકતા જગાડવા માટે પણ જી20ના સભ્ય દેશો વચ્ચે વિચાર વિમર્શ કરવામાં આવશે.
