સંસદના શિયાળુસત્ર પહેલાં આજે સંસદભવન ખાતે યોજાઇ સર્વપક્ષીય બેઠક
Live TV
-
આવતીકાલથી શરૂ થતાં સંસદના શિયાળુસત્ર પહેલાં આજે સંસદભવન ખાતે સર્વપક્ષીય બેઠક યોજાઇ છે. જેમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષી, વાણિજયમંત્રી પિયુષ ગોયલ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, અધીરરંજન ચૌધરી, સપાના નેતા રામગોપાલ યાદવ, બસપાના સાંસદ સતીષ ચૌધરી મિશ્રા, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લા, YSRCPના સાંસદ વિજય સાંઇ રેડ્ડી, DMKના નેતા તીરૂચી સિવા, રિપબ્લીકન પાર્ટીના વડા રામદાસ આઠવલે, રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીના પશુપતિકુમાર પારસ અપના દળના અનુપ્રિયા પટેલ બેઠકમાં સામેલ છે. ભાજપ અને કોંગ્રેસે તેમના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા જાણ કરી છે. ભાજપની સંસદીય કારોબારીની બેઠક દિવસ દરમિયાન યોજાશે. દરમિયાન રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ બધા જ પક્ષોના અગ્રણીઓની બેઠક આજે સાંજે દિલ્હીના તેમના નિવાસસ્થાને બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલતી શરૂ થતાં સંસદના શિયાળુ સત્રનું સમાપન 23મી ડિસેમ્બરે થશે.
