સંસદનું ચોમાસુ સત્ર: લોકસભામાં 'કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026' રજૂ થશે
Live TV
-
સંસદનું ચોમાસુ સત્ર: લોકસભામાં 'કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026' રજૂ થશે
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી આજે અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં આજે અનેક અગત્યના કાયદાકીય મુદ્દાઓ અને વિધેયકો પર ચર્ચા તથા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાણાકીય બાબતોથી લઈને નાગરિક સેવાઓ સાથે જોડાયેલા બિલો આજે સંસદના એજન્ડામાં સામેલ છે.
આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દેશના નાણાકીય માળખાને સ્પર્શતા મહત્વના બિલો રજૂ થશે અને તેના પર ચર્ચા હાથ ધરાશે.
કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026: કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં 'કરવેરા અને અન્ય કાયદા સુધારા બિલ, 2026' રજૂ કરશે. આ બિલ હેઠળ ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ, 2007 , આવકવેરા અધિનિયમ, 2025 અને નાણા અધિનિયમ,2026 માં મહત્વના સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
રાજ્યસભાની કાર્યવાહી:
સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં આજે મુખ્યત્વે એક મહત્વપૂર્ણ વિધેયક ચર્ચા અને વિચારણા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ, 2026:
રાજ્યસભામાં આજે 'જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ, 2026' પર વિશેષ ચર્ચા યોજાશે. આ બિલનો હેતુ નાગરિકોના જન્મ અને મૃત્યુના ડેટાબેઝને વધુ પારદર્શક, આધુનિક અને સરળ બનાવવાનો છે.
સંસદના આ સત્રમાં મહત્વપૂર્ણ કાયદાકીય કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે બંને ગૃહોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
