સંસદ હુમલાની 19મી વર્ષી નિમિતે સંસદ પરિસરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Live TV
-
સમગ્ર દેશવાસીઓ આજના દિવસે વર્ષ 2001માં સંસદમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત, અનેક કેન્દ્રીય નેતાઓએ સંસદની રક્ષા કરતી વખતે પોતાનો જીવ ગુમાવનાર શહીદોના બલિદાનને યાદ કર્યુ. સાથે જ સંસદ પરિસરમાં પ્રધાનમંત્રી અને નેતાઓ હીટ CRPF ના જવાનોએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વર્ષ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 19મી વર્ષી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બીરલા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રામનાથ કોવિંદ સહિતના નેતાઓએ સંસદ પરિસરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય નેતાઓએ ટ્વીટ કરીને આ હુમલામાં શહિદ થયેલા લોકોની શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં લોકતંત્રના મંદિર એવા સંસદને બચાવવામાં પોતાનો જીવ ગુમાવનાર શહિદોને, દેશ હંમેશાં યાદ રાખશે અને સદાય તેમનો રૂણી રહેશે તેમ , ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું. સંસદ ભવનમાં પ્રધાનમંત્રી અને નેતાઓ સિવાય CRPFના જવાનોએ પણ તમામ શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
