સરકારનું કહેવું છે કે પરપ્રાંતિય લોકોને ઓછામાં ઓછા 14 દિવસ માટે અલગ રાખવા આવશ્યક
Live TV
-
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્થળાંતર કામદારોની અવરજવર બંધ કરવા રાજ્ય અને જિલ્લાની સરહદોને અસરકારક રીતે સીલ કરવા જણાવ્યું છે.
કોવિડ -19 જેવી મહામારી બહાર આવતા લોકડાઉનને કારણે ફસાયેલા ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે અસ્થાયી આશ્રયસ્થાનો અને અન્ન અને અન્ય સુવિધાઓની જોગવાઈની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ગૃહમંત્રાલયે તેના નવા નિર્દેશમાં જણાવ્યું છે કે, સ્થળાંતર કરાયેલા લોકો, જેઓ તેમના ગૃહ રાજ્યોમાં પહોંચવા માટે નીકળી ગયા છે, તેઓને સંબંધિત રાજ્યો દ્વારા નજીકના આશ્રયસ્થાનોમાં રાખવું જોઈએ અને ઓછામાં ઓછા 14 દિવસની યોગ્ય તપાસ પછી તેને અલગ રાખવું પડશે. મંત્રાલયે ઉદ્યોગ, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ સહિતના એમ્પ્લોયરોને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ તેમના કામદારોના વેતનની ચૂકવણી કોઈ પણ કપાત વિના નિયત તારીખે કરે. કામદારોના મકાનમાલિકોને એક મહિનાના સમયગાળા માટે ભાડાની માંગ નહીં કરવા આદેશ પણ અપાયો છે. ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ મકાનમાલિક મજુરો અને વિદ્યાર્થીઓને તેમનો વિસ્તાર ખાલી કરવા દબાણ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક યોજી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
