ઇરાનથી 275 ભારતીયોની નવી બેંચ આજે સવારે જોધપુર પહોંચી
Live TV
-
ઇરાનથી 275 ભારતીયોની નવી બેંચ આજે સવારે જોધપુર પહોંચી, જ્યાં તેમને સૈન્ય આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. જોધપુર એરપોર્ટ પર સિવિલ એડમિનિસ્ટ્રેશન અને લશ્કરીતબીબી ટીમોએ નિર્ધારિત પ્રકિયા અનુસાર આમના સ્વાસ્થ્યની તપાસ કરી. બાદમાં તેમને આઇસોલેશન માટે જોધપુરના સૈન્ય આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંરક્ષણ પ્રવક્તા કર્નલ સોંમ્બિત ઘોષે માહિતી આપતા જણાવ્યું કે, લશ્કરી અધિકારીઓએ ઓપરેશન નમસ્તે અંતર્ગત લશ્કરી આરોગ્ય કેન્દ્રો સ્થાપના કરી છે, જ્યાં તમામ તબીબી સુવિધાઓ અને વહીવટી સહાય આઇસોલેશન સમયગાળા દરમિયાન ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે અગાઉ 25 માર્ચે 277 ભારતીયોને જોધપુર લાવવામાં આવ્યા હતા, જેમણે સફળતાપૂર્વક આઇસોલેશનના સમયગાળાને પૂર્ણ કરી રહ્યા છે અને સૈન્યની તબીબી ટીમો નિયમિતપણે તેમનું નિરીક્ષણ કરી રહી છે.
