Skip to main content
Settings Settings for Dark

સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને 'હેલ્થ ડ્રિંક' કેટેગરીમાંથી દૂર કરવા સૂચના આપી

Live TV

X
  • સરકારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમની વેબસાઈટ અને પ્લેટફોર્મ પરથી 'હેલ્થ ડ્રિંક' કેટેગરીમાંથી બોર્નવિટા સહિત તમામ પીણાં દૂર કરવા જણાવ્યું છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના રિપોર્ટ બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સૂચનાઓ જાહેર કરી છે.

    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમની વેબસાઈટ અને પ્લેટફોર્મ પરથી 'હેલ્થ ડ્રિંક્સ'ની શ્રેણીમાંથી બોર્નવિટા સહિત તમામ પીણાં દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયે સૂચનામાં જણાવ્યું હતું કે, કાયદાકીય સંસ્થા, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે "હેલ્થ ડ્રિંક" વ્યાખ્યાયિત નથી.

    અગાઉ 2 એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોને યોગ્ય કેટેગરીમાં મૂકવા જણાવ્યું હતું. આ સાથે ઓથોરિટીએ કોઈપણ પીણાનું વેચાણ વધારવા માટે હેલ્થ ડ્રિંક અને એનર્જી ડ્રિંક જેવા શબ્દોનો દુરુપયોગ ન કરવા પણ જણાવ્યું હતું.

    નોંધનીય છે કે, એક અભ્યાસ અહેવાલ મુજબ, ભારતીય એનર્જી ડ્રિંક્સ અને સ્પોર્ટ્સ ડ્રિંક્સનું વર્તમાન બજાર કદ 4.7 અબજ ડોલર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply