સરકારે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો
Live TV
-
સરકારે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન્સના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો
મ્યુકોર્માયકોસિસના કેસમાં વધારો નોંધાઈ રહ્યા છે ત્યારે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની અછત સર્જાઈ રહી છે. કારણ કે, મ્યુકોર્માયકોસિસની સર્જરી બાદ વ્યક્તિ દીઠ 70 થી 110 ઈન્જેકશનની જરૂર પડી છે. આ સ્થીતીને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા આ ઈન્જેકશનના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંગળવારે સરકારે એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનો ઉપયોગ મ્યુકોર્માયકોસિસ અથવા કાળા ફૂગના ચેપના ઉપચાર માટે થાય છે. એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના નિકાસ પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. એન્ટિફંગલ ઇન્જેક્શન મ્યુકોર્માયકોસિસની સારવારમાં વપરાય છે, જેને બ્લેક ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામામાં એમ્ફોટેરિસિન-બીના ઇન્જેક્શનને મફત કેટેગરીથી પ્રતિબંધિત રાખવામાં આવ્યા છે.
