કેન્દ્રની સ્વાસ્થ્ય સેવાઓ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મળશે, કેન્દ્રીય મંત્રીએ લોન્ચ કર્યુ ડિજીટલ સંસ્કરણ
Live TV
-
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય પ્રાધિકરણના IT પ્લેટફોર્મ પર પ્રમુખ સ્વાસ્થ્ય યોજનાઓના ડિજીટલ સંસ્કરણને લોન્ચ કર્યુ છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાષ્ટ્રિય સ્વાસ્થ્ય પ્રાધિકરણના IT પ્લેટફોર્મ પર મુખ્ય સ્વાસ્થ્ય યોજનાઓના ડિજીટલ સંસ્કરણને લોન્ચ કર્યુ છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કેન્દ્ર સકરારની સ્વાસ્થ્ય યોજના (CGHS) અને રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (RAN) અને આરોગ્યમંત્રીની વિવેકાધીન ગ્રાન્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પર લોન્ચ કરી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી લોકો કેશલેસ, પેપરલેસ અને સરળતાથી આ યોજનાઓનો લાભ લઈ શકશે.
આ પ્રસંગે બોલતાં ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે, આ પહેલથી યોજનાઓના લાભ લેવાની સમગ્ર પ્રક્રિયાને કાગળ રહિત બનાવીને લાભાર્થીને સ્વાસ્થ્ય સેવાઓ કોઈ પણ બંધન વગર પહોંચાડવાનો છે. આ સેવાઓનું ડિજીટલાઈઝેશન એ સ્વાસ્થ્યની બધી સેવાઓને ડિજીટલ કરવાના પ્રાયસ તરફનું એક મહત્વનુ પગલું છે.
