દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,32,788 કેસ, 3207 દર્દીઓના મોત થયા
Live TV
-
દેશમાં કોરોનાની પીક આવી ગયા બાદ હવે સતત નવા કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે કોરોના રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે જેમાં અત્યાર સુધી 21.85 કરોડ વેક્સિન ડોઝ અપાયા છે.
દેશમાં આવેલ કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,32,788 કેસ, 3207 દર્દીઓના મોત થયા હતા અને 2,31,456 દર્દી સાજા થયા હતા. 24 કલાકમાં કોરોનાના 20,19,773 ટેસ્ટ કરાયા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 35,00,57,330 ટેસ્ટ કરાયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,35,102 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 2,61,79,085 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ દેશમાં કોરોનાના 17,93,645 સક્રિય કેસ છે. હાલ તમિલનાડુ અને કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ છે.
દેશમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો રીકવરી રેટ વધીને 92.48 ટકા પર પહોંચ્યો છે. સાથે જ અઠવાડિયાનો કોરોના પોઝિટિવીટી રેટ ઘટીને 8.21 પર પહોંચ્યો છે.
કોરોના રસીકરણ પણ વધારો થયો છે જેથી છેલ્લા 24 કલાકમાં 23,97,191 લોકોને કોરોનાની રસી અપાઈ છે. દેશમાં અત્યાર સુધી 21,85,46,667 લોકોને રસી અપાઈ છે
