Skip to main content
Settings Settings for Dark

ભારતીય રેલ્વેની યુદ્ધ સ્તરે કામગીરીઃ અત્યાર સુધી 21939 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો સપ્લાય કર્યો

Live TV

X
  • કોરોના સ્થિતિમાં આવેલા ઓક્સિજન સપ્લાયના પડાકરો સામે નિરાકરણ લાવીને ભારતીય રેલ્વે વિભાગ દ્વારા લિક્વીડ મેડિકલ ઓક્સિજન (LMO) પુરો પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે.

    કોરોના સ્થિતિમાં આવેલા ઓક્સિજન સપ્લાયના પડાકરો સામે નિરાકરણ લાવીને ભારતીય રેલ્વે વિભાગ દ્વારા લિક્વીડ મેડિકલ ઓક્સિજન (LMO) પુરો પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે. 

    દેશના વિવિધ રાજ્યોમાં હાલ ઝડપથી ઓક્સિજન પુરો પાડવામાં રેલ્વેની ભૂમિકા મહત્વની છે. ભારતીય રેલ્વેએ શરુ કરેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ અત્યાર સુધી 21939 મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજનનો જથ્થો 1304 ટેન્કરો દ્વારા વિવિધ રાજ્યોને પુરો પાડ્યો છે. રેલ્વેએ દિલ્હી NCRમાં અત્યાર સુધી 7500 મેટ્રિક ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજન પહોંચ્યાડ્યો.

    ભારતીય રેલ્વેની ઓક્સિજન એક્સપ્રેસ ટેન સેવા 38 દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં 24 એપ્રિલથી શરુ કરાઈ હતી જેમાં 126 મેટ્રિક ટન ઓક્સિનનો જથ્થો લોડ કરાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કોરોના દર્દીઓને ઓક્સિજન જથ્થો પુરો પાડવામાં રેલ્વેની આ સેવા સતત ચાલુ રહી છે. વાવાઝોડાની સ્થિતિમાં પણ ગુજરાતના જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ દોડતી રહી હતી. 

    રેલ્વેની આ સેવાનો પ્રાયસ રહ્યો છે કે ઓછા સમયમાં રાજ્યોની ઓક્સિજન સેવા પુરી કરવામાં આવે. અત્યાર સુધી 15 રાજ્યો ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામમાં ટ્રેન દ્વારા લિક્વીડ મેડિકલ ઓક્સિજનના ટેન્કરો પહોંચ્યા છે. આ રાજ્યોનાં કુલ 39 શહેરોમાં ટ્રેનથી ઓક્સિજનનો જથ્થો પહોંચ્યો છે.

    ભારતીય રેલ્વેએ વિવિધ રુટ પર ઝડપથી ઓક્સિજન સપ્લાય પહોંચે તે માટેના ઓછા અંતર પ્રમાણે રુટ તૈયાર કર્યા છે. જેથી રાજ્યની જરુરિયાત પ્રમાણે ઝડપથી ઓક્સિજન પહોંચાડી શકાય. હાલ ગુજરાતના હાપા (જામનગર), બરોડા, મુંદ્રાથી ઓક્સિજન સપ્લાય બીજા રાજ્યોમાં પહોંચી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply