સરકારે નવા નવ સ્માર્ટ શહેરની જાહેરાત કરી
Live TV
-
સરકારે નવા નવ સ્માર્ટ શહેરની ,જાહેરાત કરી છે. અત્યાર સુધી સરકાર કુલ 99 સ્માર્ટ શહેરની જાહેરાત કરી ચુકી છે.
સરકારે નવા નવ સ્માર્ટ શહેરની ,જાહેરાત કરી છે. અત્યાર સુધી સરકાર કુલ 99 સ્માર્ટ શહેરની જાહેરાત કરી ચુકી છે. નવ સ્માર્ટ શહેરના વિકાસમાં રૂપિયા 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. જે નવ શહેરોને ચોથા તબક્કામાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં દાદરા નગર હવેલીનું સેલવાસ, તામિલનાડુનું ઇરોડ, દિવ અને દમણનું દિવ, બિહારનું બિહાર સરીફ, ઉત્તરપ્રદેશનું બરેલી- મુરાદાબાદ અને સહારનપુર , અરૂણાચલપ્રદેશનું ઇટાનગર તથા લક્ષદ્વિપનું કાવારતીનો સમાવેશ થાય છે. આ નવ નવા શહેરોમાં 409 યોજનાઓને આકાર આપવામાં આવશે. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી હરદિપસિંગ પુરીએ જણાવ્યું હતું કે ,અગાઉ જાહેર કરાયેલ સ્માર્ટ શહેરોના વિકાસમાં ,સારી પ્રગતિ જોવા મળી છે.