સરકાર કાર નિકોબારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે : પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું કે , કેન્દ્ર સરકાર અંડમાન-નિકોબાર દ્વિપ સમૂહના લોકો માટે જીવન સરળ બનાવવાના પ્રયાસો કરી રહી છે. કાર નિકોબારની યાત્રા દરમ્યાન પ્રધાનમંત્રીએ સુનામી સ્મારક પર પુષ્પ અર્પણ કર્યા અને સુનામી સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે NDA સરકાર યુવાઓ માટે રોજગાર, બાળકો માટે શિક્ષા,વૃદ્ધો માટે ચિકિત્સા સેવા અને ખેડૂતો માટે સુવિધાઓ આપવાની દિશામાં કામ કરી રહી છે પ્રધાનમંત્રીએ કાર નિકોબારમાં આજે જોન રિચર્ડસન સ્ટેડિયમમાં એક જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, સરકાર કાર નિકોબારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે , કેન્દ્ર સરકાર અંડમાન-નિકોબાર દ્વિપ સમૂહના લોકો માટે જીવન સરળ બનાવવાના પ્રયાસો કરી રહી છે. કાર નિકોબારની યાત્રા દરમ્યાન પ્રધાનમંત્રીએ સુનામી સ્મારક પર પુષ્પ અર્પણ કર્યા અને સુનામી સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તેમણે ITI અરોગનું ઉદ્દઘાટન કર્યું અને જનજાતિ પરિષદના સભ્યોની સાથે પણ વાતચીત કરી હતી. પોર્ટબ્લેરમાં પ્રધાનમંત્રીએ સેલ્યુલર જેલની મુલાકાત લીધી અને ત્યાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોર્ટબ્લેરના સાઉથ પોઈન્ટ પર 150 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે 30 ડિસેમ્બર 1943 ના રોજ પોર્ટબ્લેરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ અંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ માટે અનેક પરિયોજનાઓનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. ઐતિહાસિક નેતાજી સ્ટેડિયમમાં એક જનસભામાં પ્રધાનમંત્રીએ અંડમાન-નિકોબારના ત્રણ દ્વિપોના નવા નામોની ઘોષણા કરી હતી. જેમાં રોસ આઈલેન્ડને નેતાજી સુભાષ બોઝ દ્વિપ નામ આપવામાં આવ્યું જયારે નીલ આઈલેન્ડને હવે શહીદ દ્વીપ અને હૈવલોક આઈલેન્ડને સ્વરાજ દ્વીપ નામથી ઓળખવામાં આવશે. તેમણે અંડમાન- નિકોબાર દ્વિપ સમૂહમાં નેતાજીના નામે યુનિવર્સિટીની સમકક્ષ ડીમ્ડ યુનિવર્સિટીની સ્થાપનાની પણ ઘોષણા કરી હતી.
