Skip to main content
Settings Settings for Dark

સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવ પર આ વર્ષે ડાંગરની ખરીદી લગભગ 18.6% જેટલી વધી

Live TV

X
  • સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવ પર ડાંગરની ખરીદીમાં આ વર્ષે લગભગ 18.6 ટકાનો વધારો નોંધાયો છે. સરકારે કહ્યું કે, પાછલા વર્ષની પાકની ખરીદીની તુલનામાં, ખરીફ 2020-21 માર્કેટિંગ સીઝનમાં ડાંગરની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

    સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવ પર ડાંગરની ખરીદીમાં આ વર્ષે લગભગ 18.6 ટકાનો વધારો નોંધાયો છે. સરકારે કહ્યું કે, પાછલા વર્ષની પાકની ખરીદીની તુલનામાં, ખરીફ 2020-21 માર્કેટિંગ સીઝનમાં ડાંગરની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ ટેકાના ભાવની ખરીદી દ્વારા 13 લાખ 64 હજારથી વધુ ખેડુતોને પહેલેથી જ ફાયદો થયો છે, જેના હેઠળ સરકાર દ્વારા 30 હજાર કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવી છે.

    પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને ગુજરાત જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખરીફ 2020-21 માર્કેટિંગ સીઝનમાં ડાંગરની ખરીદી સારી રીતે પ્રગતિ કરી રહી છે. સરકાર દ્વારા અત્યાર સુધી કુલ 159 લાખ મેટ્રિક ટન જેટલી ડાંગરની ખરીદી કરવામાં આવી છે. આ કુલ ખરીદીમાં ફક્ત પંજાબ માંથી જ 107 લાખ મેટ્રિક ટનથી વધુ ખરીદી કરવામાં આવી છે, જે કુલ ખરીદીના 67 ટકા જેટલો ભાગ છે.

    તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને ગુજરાત રાજ્યોએ કરેલા પ્રસ્તાવનાં આધારે, આ રાજ્યોમાંથી આશરે 45 લાખ મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદી માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply