સરળતાથી મળી જશે ચોરી થયેલા ફોન, ટૂંક સમયમાં શરુ થશે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ
Live TV
-
સિમ કાર્ડ ફેંકી દીધા પછી પણ અને IMEI નંબર બદલી દીધા પછી પણ ટ્રેક કરી શકાશે ફોન
ટૂંક સમયમાં જ તમે તમારો ખોવાયેલો ફોન શોધી શકશો. સરકાર એવી ટેક્નીક લોન્ચ કરવા જઈ રહી છે. જે દેશભરમાં ઓપરેટ થઈ રહેલા ચોરીના ફોનને ટ્રેક કરી શકશે. આ ટ્રેકિંગ સિસ્ટમની ખાસ વાત એ હશે કે ફોનથી સિમ કાર્ડ ફેંકી દીધા પછી પણ અને IMEI નંબર બદલી દીધા પછી પણ ફોનને ટ્રેક કરી શકાશે. આ ટેક્નીકને Centre For Development of Telematics (C-DoT) એ તૈયાર કરી છે અને ઓગસ્ટમાં લોન્ચ થવાની આશા છે.
આ ટેક્નોલોજીનો ઉદ્દેશ્ય મોબાઈલ ફોનની ચોરી અને નકલી ફોનના ધંધાને રોકવાનો છે. સરકારે દેશમાં CEIR સેટઅપ કરવા માટે 15 કરોડ રુપિયા ફાળવવાનો પ્રસ્તાવ કર્યો હતો.
CEIR સિસ્ટમ ચોરી થયેલા અથવા તો ગુમ થયેલા ફોન પર દરેક સેવાઓને બ્લોક કરશે. પછી સિમ કાર્ડ હટાવવામાં આવે કે પછી IMEI નંબર બદલવામાં આવે. આ દરેક મોબાઈલ ઓપરેટર્સના IMEI ડેટાબેઝને કનેક્ટ કરશે. આ દરેક નેટવર્ક ઓપરેટર્સ માટે પણ સેન્ટ્રલ સિસ્ટમની જેમ જ કામ કરશે. જ્યાં તે બ્લેક લિસ્ટ થયેલા મોબાઈલ ટર્મિનલને શૅર કરી શકશે. જેથી કોઈપણ નેટવર્કમાં બ્લેકલિસ્ટ કરાયેલી ડિવાઈસ બીજા નેટવર્કમાં પણ કામ ન કરે.
