કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરાયું, 21 મંત્રીઓએ પદ પરથી આપ્યાં રાજીનામાં
Live TV
-
કર્ણાટકમાં સંયુક્ત સરકાર પર સંકટ વધી રહ્યું છે. તે દરમિયાન આજે સભાના નાયબ મુખ્યમંત્રી જી.પરમેશ્વરના નિવાસસ્થાને મળેલી રાજ્યના મંત્રીઓની બેઠક બાદ રાજ્યના તમામ 21 મંત્રીઓએ પદ પરથી રાજીનામા આપ્યા હતા.
આ બેઠકમાં મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી પણ હાજર હતા. હવે બળવાખોર વિધાનસભ્યોને મનાવી લેવા પ્રયાસો તેજ થાય તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તે અરસામાં અપક્ષ મંત્રી નાગેશ્વરે મંત્રીમંડળમાંથી આજે સવારે રાજીનામું આપી દીધું હતું. બળવાખોર વિધાનસભ્યો માટે સ્થાન બનાવવા મંત્રીઓને તેમના હોદ્દેથી રાજીનામા આપવા સમજાવ્યા બાદ રાજીનામા પડ્યા છે.
દરમિયાન ભાજપના મહામંત્રી પી. મુરલીધર રાવે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. બીજી તરફ રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના વિધાનસભ્યો ટસથી મસ થવા તૈયાર નથી.
