સાંસદ અને ધારાસભ્યોને તેમના ક્ષેત્રના દૂત બનવા પીએમ મોદીની અપીલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય જન પ્રતિનિધિ મંડળને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પ્રતિસ્પર્ધા અને સહયોગાત્મક દેશ માટે જરૂરી છે. ધારાસભ્યો અને સાંસદો પોતાના મતક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપવા અપીલ કરી. બે દિવસીય સંમેલનની થીમ છે 'વિકાસ સંકલ્પિત અમે'
સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં 'વિકાસ સંકલ્પિત અમે' વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય જન પ્રતિનિધિ સંમેલનની શરૂઆત થઈ છે. આ સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ, સચિવ સહિત સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનો ઉદ્દેશ્ય વિકાસની પ્રતિબદ્ધ છે.
પીએમ મોદીએ સંમેલનમાં અને ખાસ કરીને કેન્દ્રીય કક્ષની ઐતિહાસીકતા દર્શાવતા કહ્યું કે, અત્યાર સુધી દેશના નિર્માણ માટે કામ કરતા નેતાઓ હંમેશા વિકાસશીલ ભારતનું સ્વપ્ન જોયું છે. તેવામાં આ સંમેલનનું ઘણુ જ વધી જાય છે.
લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજને સંમેલનનો સંબોધતા કહ્યું કે, સાંસદ અને ધારાસભ્યો દ્વારા બનાવાયેલા કાયદાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ.