Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્થાપનનું સંમેલન, 47 દેશોના પ્રતિનિધિઓનો લેશે ભાગ

Live TV

X
  • વિશ્વમાં શુધ્ધ એનર્જી અને ગ્રીન એનર્જીનું એક મોટું પ્લેટફોર્મ આપી ભારતે જે પહેલ કરી છે તે જમીન પર ઉતારવા માટેનો પ્રારંભ છે. કાલેથી શરૂ થનાર આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પરિષદ ભાગ લેનારા સભ્યોનુ આજે રાષ્ટ્રપતિ ઔપચારિક સ્વાગત કરશે. જેમાં 47 દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. સૌર ઊર્જાના 121 દેશોના સંગઠનની શરૂઆત પી.એમ. મોદીની પ્રથમ વખત કરી છે.

    એક વધુ સારા ભવિષ્ય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સૌર સંગછનનો વિચાર કરી વિશ્વમાં પહેલ કરી હતી તે જ આધાર પર ફ્રાન્સની રાજધાની પેરિસમાં 30 નવેમ્બરે 2015ના રોજ આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધન કે જે આઇએસએ અસ્તિત્વમાં આવ્યું હતું. આ સંગઠનનો હેતુ વિશ્વભરનીને માત્ર સ્વચ્છ ઊર્જા ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ તેના બદલે આબોહવા પરિવર્તનમાં એક સાથે મળીને પર્યાવરણને બચાવવા માટે પ્રયત્ન કરવાનો છે. વિશ્વભરના 121 દેશોએ તેના સભ્યો છે અને હવે સંયુકત રાષ્ટ્રની સંમતી બાદ સંસ્થાને મજબૂત બની જશે.
     11 માર્ચથી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ભાગ લેનાર સભ્ય દેશો સ્થાપનાનું સંમેલન યોજવામાં આવ્યુ છે.  ગઠબંધનમાં 121 દેશો છે, પરંતુ તેમાં હજુ સુધી 60 દેશોએ જ હસ્તાક્ષર કર્યા છે, જયારો 30 દેશોએ સંમતી આપી છે. જણાવ્યું હતું કે, 47 દેશોના પ્રતિનિધિઓના સંમેલનમાં ભાગ લેનાર છે, જ્યારે આશરે 25 દેશોના રાષ્ટ્રપતિ સંમેલનમાં સામેલ થવા માટે આવી રહ્યા છે.  2018 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમૈનુઅલ મૅક્રૉંને સંયુક્ત રીતે આ સંમેલનનુ અધ્યક્ષ કરશે. આ ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશેલ્સ, ઘાના, ઑસ્ટ્રેલિયા, વેણુઝેલા, ફિજી, મોરીશસના નેતાઓ ભાગ લેવા માટે આવી રહ્યા છે. વિશ્વ બેંક, એડીબી, બ્રીક્સ બેંક અને યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કના વડાઓ પણ ભાગ લેવા માટે આવે તેવી આશા છે.

     સંમેલનમાં તમામ દેશોમાં સૌર ઊર્જાના ક્ષેત્રેમાં જ નહિ પરંતુ આગાની સમયમાં તેમના પ્રયાસો અંગેની જાણકારી પણ આપશે. આ વિશે રિપોર્ટ્સ રજૂ કરવામાં આવશે. આઈએસએની સચિવાલય દિલ્હીની પાસે ગુરુગ્રામમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના તત્કાલીન પ્રમુખ ફ્રેંકો હોલાંદેએ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ શરૂ કર્યું હતું. સૂર્યના પ્રકાશની અધિકતા ધરાવતા દેશો આ સંસ્થાનો ભાગ છે.
    વિશ્વમાં હજુ 303 ગીગાવોટ સોલર પાવરનો ઉપયોગ થઇ રહ્યો છે. સૌર ગઠબંધન દ્વારા 2030 સુધી 1000 GW સૌર ઉર્જા મેળવવાની લક્ષ્ય રાખવામાં આવેલ છે. ભારતે સંયુક્ત રીતે 100 કરોડનો ફંડો આપ્યો અને 2030 સુધીમાં ISA સૌર ઊર્જામાં 1 ટ્રિલિયન ડૉલર ઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે જોડાણ માટે વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી નાણાંકીય મદદ મળી રહી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply