આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા ગઠબંધનમાં ભાગ લેવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવ્યા
Live TV
-
આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા ગઠબંધનમાં ભાગ લેવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવ્યા
ભારતમાં 11 માર્ચથી આયોજિત થઇ રહેલા આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા ગઠબંધનમાં ભાગ લેવા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો ગઇકાલે ભારત આવ્યા. મેક્રોની ચાર દિવસીય ભારત યાત્રા દરમિયા પ્રધાનમંત્રી મોદી સાથે આર્થિક, સામાજિક, રાજનીતિક, રણનીતિક અને ન્યુક્લિયર પાવર પ્રોજેકટ પર ચર્ચા કરશે. ફ્રાંસના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે. મેક્રો પોતાની આ યાત્રા દરમિયાન તાજમહેલ સાથે ઉત્તરપ્રદેશના વારાણસીની પણ મુલાકાત લેશે. ઉક્ત સંમેલનમાં વિશ્વના લગભગ 125 દેશોના પ્રતિનિધિ શામેલ થશે.