સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ સદનમાં પોતાના વિવાદિત નિવેદન પર માગી માફી
Live TV
-
ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ સદનમાં પોતાના વિવાદિત નિવેદનને લઇને માગી માફી.. સદનમાં કહ્યું કે, હું માફી માંગું છું. જો મારા નિવેદનમાં કોઈ પણ રીતે ઈજા થઈ હોય.. પરંતુ હું એમ પણ કહેવા માંગુ છું કે સંસદમાં મારા નિવેદને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું, જેની હુ નિદા કરુ છુ. હું દેશ માટે મહાત્મા ગાંધીજીના કાર્યને માન આપું છું. મને આ સદનમાં જાહેરમાં આતંકવાદી કહેવામાં આવી. મારી સામે કોર્ટમાં કોઈ આરોપો સાબિત થયા નથી. આરોપ સાબિત કર્યા વિના મારું અપમાન કરવામાં આવ્યું છે.. તો સાંસદ સાધ્વી પ્રજ્ઞાના જવાબ આપવા સમયે વિપક્ષના નેતાઓએ સદનમાં હોબાળો પણ મચાવ્યો હચો..
