સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતના પ્રવાસે
Live TV
-
સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી કરી હતી. મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરેબિયાના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. તેમજ ભારત-સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ બેઠકમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવી જણાવ્યું કે દ્વિપક્ષીય બેઠકથી બંને દેશોના સંબંધોને નવી ઊર્જા મળશે. પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે ભારત અને સાઉદી અરેબિયા એ દુનિયાની બે મોટી અને ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓ છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે બંને દેશોનું પરસ્પર સમર્થન સંપૂર્ણ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ ખાસ જણાવ્યું કે તાજેતરમાં G-20 શિખર સંમેલનમાં જે આર્થિક કોરિડોરને મંજૂરી મળી છે તે બંને દેશો માટે ખૂબ જ અગત્યનું છે.
