આદિજાતિ કારીગરો દ્વારા હાથથી તૈયાર કરાયેલા ઉત્પાદનો G-20માં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા
Live TV
-
G-20 શિખર સંમેલનમાં ભારતની સમૃદ્ધ આદિવાસી વિરાસત અને કારીગરીનું નોંધપાત્ર પ્રદર્શન થયું હતું, જેને ટ્રાઇફેડ (ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા), આદિજાતિ બાબતોનાં મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ભારતના વિવિધ પ્રદેશોના આદિજાતિ કારીગરો દ્વારા હાથથી તૈયાર કરવામાં આવેલા કેટલાક ઉત્કૃષ્ટ ઉત્પાદનોએ વિશ્વભરના પ્રતિનિધિઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને પ્રશંસા મેળવી હતી. તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ બિરદાવાયેલ પરેશ રાઠવાએ G-20 ક્રાફ્ટ બજારમાં પિથોરા આર્ટના જીવંત નિદર્શન સાથે પોતાની નોંધપાત્ર પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આમ ટ્રાઇફેડનો કારીગરી ખજાનો G-20 સમિટમાં સ્પોટલાઇટમાં રહ્યો
