Skip to main content
Settings Settings for Dark

સામાન્ય ચૂંટણીમાં અત્યાર સુધીમાં 4650 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા

Live TV

X
  • ચૂંટણી પંચે દેશમાં સામાન્ય ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં 4650 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી જપ્તી છે. પંચનું કહેવું છે કે, ભવિષ્યમાં પણ આ જ ગતિએ કાર્યવાહી ચાલુ રહેશે.

    ચૂંટણી પંચના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 395.39 કરોડ રૂપિયા રોકડા, 489.31 કરોડ રૂપિયાનો દારૂ, 2068.85 કરોડ રૂપિયાનો ડ્રગ્સ, 562.10 કરોડ રૂપિયાનું સોનું અને 1142.49 કરોડ રૂપિયાની મફત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. છેલ્લી સામાન્ય ચૂંટણીની સરખામણીમાં આ વખતે ડ્રગ્સ અને મફત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

    18મી લોકસભા ચૂંટણી માટેના પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવારે શરૂ થયું તે પહેલાં જ, અમલીકરણ એજન્સીઓએ મની પાવર સામેની નિર્ધારિત લડાઈમાં રૂ. 4650 કરોડથી વધુની વિક્રમી જપ્તી કરી છે, એમ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. સમગ્ર 2019ની ચૂંટણી દરમિયાન 3475 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. 45 ટકા જપ્તીઓ ડ્રગ્સ અને નશીલા પદાર્થોની છે, જેના પર આયોગનું ખાસ ધ્યાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply