સાયબર ક્રાઈમ રેન્કિંગમાં ભારત 10મા ક્રમે, રશિયા સૌથી આગળ
Live TV
-
વિશ્વભરના સાયબર ક્રાઈમ નિષ્ણાતોના નવા સંશોધન મુજબ, સાયબર ક્રાઈમના સંદર્ભમાં ભારત 10માં ક્રમે છે. જેમાં એડવાન્સ ફી ભરવાને લગતી છેતરપિંડી એ સૌથી સામાન્ય ગુનો હોવાનું જણાવ્યું હતું.
જાહેર કરાયેલા વર્લ્ડ સાયબર ક્રાઈમ ઈન્ડેક્સમાં 100 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં રશિયા સૌથી આગળ, યુક્રેન બીજા સ્થાને અને ચીન ત્રીજા સ્થાને હતું. અમેરિકા ચોથા ક્રમે હતું. રિપોર્ટમાં, રેન્સમવેર, ક્રેડિટ કાર્ડની ચોરી અને છેતરપિંડી સહિત સાયબર ગુનાઓની વિવિધ શ્રેણીઓ અનુસાર મુખ્ય હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવી હતી.
આના આધારે યાદી તૈયાર કરવામાં આવી છે
જો કે, કેસની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. રશિયાનો વર્લ્ડ સાયબર ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર (WCI સ્કોર) 100 માંથી 58.39 હતો, યુક્રેનનો 36.44 અને ચીનનો 27.86 હતો જ્યારે ભારતનો WCI સ્કોર 6.13 હતો. PLOS One જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ ઉત્તર કોરિયા સાતમા સ્થાને, બ્રિટન આઠમા સ્થાને અને બ્રાઝિલ નવમા સ્થાને છે.
વૈશ્વિક સર્વે બાદ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સાયબર ક્રાઈમ પર વૈશ્વિક અભ્યાસ હાથ ધર્યો હતો. તેના આધારે એક ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં પાંચ મુખ્ય સાયબર અપરાધ શ્રેણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ નિષ્ણાતોએ દરેક સાયબર ક્રાઈમ કેટેગરીના પ્રાથમિક સ્ત્રોત ગણાતા દેશોની ઓળખ કરી હતી. આ ઉપરાંત, તેઓએ સાયબર ક્રાઈમ પ્રવૃત્તિની અસરના આધારે દરેક દેશને ક્રમાંક આપ્યો.
