સાર્ક દેશો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંવાદ
Live TV
-
સાર્ક ક્ષેત્રમાં કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ પર થશે વિચાર વિમર્શ, પી.એમ. મોદીને આશા છે કે, સાર્ક દેશોના એક સાથે આવવાથી કોરોનાના પ્રકોપ સામે લડવા માટેની મજબુત રણનીતિ થશે તૈયાર
ઝડપથી ફેલાઈ રહેલા કોવિડ 19ની મહામારીથી બચવા માટે વિશ્ર્વભરમાં પુરતા પ્રયત્નો ચાલી રહ્યા છે.ત્યારે પ્રધાનમંત્રી સાર્ક દેશો સાથે આજે વિડીયો કોન્ફરન્સીંગ કરશે. સાર્ક દેશોના નેતા આજે વિડયો કોન્ફરન્સીંગ દ્વારા કોરોના વાઈરસના ખતરાથી બચવાની રણનિતિ પર ચર્ચા વિચારણા કરશે. પી.એમ. નરેન્દ્ર મોદીએ જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો બધા જ દેશોએ સ્વાગત કર્યું હતું. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 5000થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે. તો બીજી તરફ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 84 થઈ ગઈ છે જેમાં મૃત્યુ આંક બે છે. વિદેશમંત્રાલયના પ્રવક્તા સંજીવ કુમારે જણાવ્યું કે, કોરોના વાયરસ સામેની જંગમં સંયુક્ત રણનીતિ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, માસ્ક અને સેનેટાઇઝરને કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર પોતાની બાજુથી પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે કે માસ્ક અને સેનેટાઇઝરના પુરવઠામાં કોઈ ખોટ ન આવે
