કોરોના વાયરસ મુદ્દે કેબિનેટ સચિવે રાજ્યોના મુખ્ય સચિવો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી
Live TV
-
પર્યાપ્ત સંખ્યામાં આઇસોલેશન વોર્ડ અને નિયંત્રણ ઉપાયોને મજબુત કરવા પર ભાર મૂક્યો
કેબિનેટ સચિવે કોરોના વાયરસના ફેલાવાને રોકવા તેમજ ઉપાયોની તૈયારીઓ બાબતે રાજ્યોના મુખ્ય સચિવો સામે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી હતી. રાજીવ ગાબાએ જણાવ્યું કે, દર્દીઓને અલગ રાખવા માટે વોર્ડ તૈયાર કરવામાં આવે. તેમણે પર્યાપ્ત સંખ્યામાં આઇસોલેશન વોર્ડ અને નિયંત્રણ ઉપાયોને મજબુત કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ કવોરેન્ટીન સુવિધાઓને વધારવા પર પણ ભાર મૂક્યો. તો બીજી તરફ વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઇરાનમાં ફસાયેલા 234 નાગરિકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તેઓ ભારત પહોંચી ચૂક્યા છે. જેમાં 131 વિદ્યાર્થીઓ અને 103 તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે. તેમણે ઇરાનમાં ભારતીય રાજદુત અને ઇરાની વહીવટીતંત્રનો આભાર માન્યો હતો
