સિંગાપોરના શાંગ્રીલામાં રાજકીય રણનીતિના મુદ્દાઓ પર સંવાદ કરનારા ભારતના પ્રથમ પીએમ
Live TV
-
સરહદો તથા એક મેકના પ્રતિસ્પર્ધી બનવાને બદલે દરેક દેશે ભેગા મળીને કામ કરવું જોઈએ : પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોર સ્થિત શાંગ્રીલા સંવાદમાં ભાગ લીધો હતો. રાજકીય રણનીતિના મુદ્દાઓ માટે અત્યંત મહત્વના ગણાતા શાંગ્રીલા સંવાદને સંબોધન કરનારા PM મોદી પ્રથમ ભારતીય છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે માત્ર આસિયાન જ નહીં પરંતુ વિશ્વભરની મહાશક્તિઓને આહવાન કરતાં જણાવ્યું હતું કે, સરહદો તથા એક મેકના પ્રતિસ્પર્ધી બનવાને બદલે દરેક દેશે ભેગા મળીને કામ કરવું જોઈએ. વાદ વિવાદો એટલે સુધી ન વધવા જોઈએ જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સમુદ્રી તથા હવાઈ માર્ગોને યુદ્ધ તથા તણાવથી મુક્ત રાખવા માટે આહવાન આપ્યું હતું. 21મી સદીને તેમણે એશિયાની સદી તરીકે ઓળખાવી હતી. વિશ્વને કઈ દિશામાં લઈ જવું એ નક્કી કરવામાં એશિયાઈ દેશોની મહત્વની ભૂમિકા છે.
