સિંધિયા સહિત 22 ધારાસભ્યોના રાજીનામા, મધ્યપ્રદેશ સરકાર સંકટમાં
Live TV
-
મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે વરિષ્ઠ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. પક્ષના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલ આ રાજીનામામાં , તેમણે જણાવ્યું હતું , કે તેઓ છેલ્લા 18 વર્ષથી , પક્ષ સાથે સંકળાયેલા છે. પણ પોતાના રાજ્ય અને દેશની સેવા કરી શક્યા નથી. અને એટલા માટે , તેઓ પક્ષમાં રહેવા માંગતા નથી. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે , કે પક્ષ વિરોધી ગતિવિધીઓને કારણે સિંધિયાને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ , મુલાકાત કરી હતી. મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકાર , સંકટમાં ઘેરાઈ છે. ઉલ્લેખનીય છે કે, 22 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. તેમાં 6 મંત્રીઓ પણ સામેલ છે. કોંગ્રેસના ધારાસભ્ય બિસાહુ લાલ સિંહે , પોતાનું રાજીનામું આપ્યાની સાથે , ભાજપમાં જોડાઈ , મધ્યપ્રદેશ કોંગ્રેસને આંચકો આપ્યો હતો.
તો બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે , રાજ્યપાલને પત્ર લખી , સિંધિયા જુથના નેતાઓને હટાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્રુપના 6 મંત્રી, અને અન્ય ધારાસભ્યોના મોબાઈલ ફોન આચાનક બંધ થવા , અને બેંગલુરુ જવાના સમાચાર બાદ , કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કમલનાથની સરકારના સમર્થનમાં, 6 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. અને જણાવ્યું હતું , કે કમલનાથ પોતાના વિવેક આધારે , નવી સરકારની રચના કરે.
હાલ મઘ્યપ્રદેશના સમીકરણ પર નજર કરીએ , તો, વિધાનસભાની , કુલ 230 બેઠકો છે. જેમાં 2 ધારાસભ્યોનુ અવસાન થયું છે. કોંગ્રેસ પાસે 114 ધારાસભ્યો છે. પણ કોંગ્રેસના 20 ધારાસભ્યોના રાજીનામા બાદ , મઘ્યપ્રદેશ ખાતે કમલનાથ સરકાર , સંકટમાં આવી ગઈ છે. બહુમતી માટે 115 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 4 અપક્ષ, 2 બસપા , અને 1 સપાના ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 બેઠકો છે.
આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ , અને પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા , શિવરાજ સિંહે ચૌહાણે , પોતાની પ્રતિક્રિયા આપી હતી.
