Skip to main content
Settings Settings for Dark

PM મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતીની બેઠક યોજાઇ

Live TV

X
  • રાજ્ય સભાની ચૂંટણીને લઈને કરાઇ ચર્ચા

    ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતીની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ દિલ્લી ભાજપ મુખ્યાલય ખાતે યોજાઈ હતી. રાજ્ય સભાની ચૂંટણીને લઈને આ બેઠક મળી હતી. બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત , અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. 17 રાજ્યોમાંથી રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી થશે. મતદાન થયાના એક કલાક પછી મત ગણતરી કરવામાં આવશે. 

    55 બેઠકોની વિગત જોઈએ તો મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 7 બેઠકો ખાલી થઈ છે. જ્યારે તમિલનાડુમાંથી 6 અને બિહાર, પશ્ચિમ બંગાળની પાંચ બેઠકો માટે મતદાન થશે. તો ઓડિશા, ગુજરાત અને આંધ્રપ્રદેશની ચાર બેઠકો માટે રાજસ્થાન, અસમ અને મધ્યપ્રદેશની ત્રણ ,, તથા તેલંગાણા, હરિયાણા , છત્તીસગઢ , અને ઝારખંડની બે બેઠકો માટે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશ, મણીપુર , મેઘાલયની એક બેઠક માટે , ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply