Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, ભારતમાં વાયરસ પ્રભાવિત લોકોની સંખ્યા 60 થઇ

Live TV

X
  • ભારતમાં કોવિડ-19 ના, 10 નવા કેસ આવ્યા સામે

    કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં યથાવત છે. ભારતમાં કોવિડ-19 ના, 10 નવા કેસ સામે આવતાની સાથે જ , આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા , વધીને 60 થઈ ગઈ છે. આ નવા કેસોમાં બેંગલુરુ ના 4 , અને પુણે ના 2 છે. કોરોના વાયરસથી સંક્રમિત આ લોકોએ , હાલમાં જ દુબઈની યાત્રા કરી હતી. આ નવા કેસમાં 8 કેસ કેરળમાં, 1 રાજસ્થાન અને 1 દિલ્હીમાં નવો કેસ નોંધાયો હતો. સ્વાસ્થ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રાલયના વિશેષ સચિવ , સંજીવ કુમારે જણાવ્યુ હતુ , કે સરકાર , સ્થિતિ પર કડક નજર રાખી રહી છે , અને વાયરસને વધુ ફેલાતા અટકાવવાના , તમામ પ્રયાસો ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને , મેંદાતા અને સફદરજંગ હોસ્પીટલમાં , ઈલાજ કરાવી રહેલા દર્દીઓના ખબર અઁતર , વિડીયો કોલ દ્રારા જાણયા હતા. તેમણે જણાવ્યુ કે બધા દર્દીઓની હાલત , સુધારા પર છે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કેરળ, રાજસ્થાન, તામિલનાડુ , અને પંજાબ સહિત , વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રી સાથે પણ , વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply