લોકસભામાં દિલ્લી હિંસા મુદ્દે ચર્ચા
Live TV
-
નિયમ 193 અંતર્ગત કરવામાં આવશે ચર્ચા
સંસદના બન્ને ગૃહોમાં આજે દિલ્લી હિંસા પર ચર્ચા થશે.લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરી અને ભાજપના સાંસદ મીનાક્ષી લેખી દિલ્હીમાં કાયદાની સ્થિતિ વિશે ચર્ચા કરશે. જેમાં લોકસભાના તમામ સભ્યો ભાગ લેશે. નિયમ 193 નીચે લોકસભામાં ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં સભ્યો વોટીંગ નહીં કરે. ચર્ચામાં ભાગ લેવા માટે સભ્યોએ સ્પીકરને જાણ કરવાની રહેશે. જેમણે ચર્ચાના અંતમાં મિનિસ્ટર ઓફ કર્ન્સન ટુંકમાં જવાબ આપશે. યુનિયન એવિએશન મિનિસ્ટર હરદિપસિંહ પુરી એરક્રાફ્ટ અમેન્ડમેન્ટ બિલ 2020 રજુ કરશે. રાજ્યસભામાં અર્જુન મુંડા કન્સ્ટીટ્યુશન ઓર્ડર અમેન્ડમેન્ટ બિલ રજુ કરશે. તો નાણામંત્રી નિર્મલા સિતારામન ટેક્ષ વિવાદ સે વિશ્વાસ બિલ 2020 રજુ કરશે.
