સિક્કિમના મુખ્યમંત્રી તમંગે આજે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સીમા દર્શનને લીલી ઝંડી આપી
Live TV
-
તમંગે કહ્યું કે , સિક્કિમને ચીન, નેપાળ અને ભૂટાન સાથેની રાજ્યની સરહદો પરના ગામોના વિકાસથી ફાયદો થશે.
સિક્કિમના મુખ્યમંત્રી પીએસ તમંગે આજે સવારે ગંગટોકથી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સીમા દર્શનને લીલી ઝંડી આપી હતી. આ પ્રોગ્રામ હેઠળ, 50 કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતીય સેના અને ITBPના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ભારત-ચીન નાથુ લા બોર્ડરની મુલાકાત લઈ રહ્યા છે.
આ દરમિયાન વિદ્યાર્થીઓ ત્સોમગોના લોકો સાથે પણ વાર્તાલાપ કર્યો. મિડિયા સાથે વાત કરતા, તમંગે કહ્યું કે , સિક્કિમને ચીન, નેપાળ અને ભૂટાન સાથેની રાજ્યની સરહદો પરના ગામોના વિકાસથી ફાયદો થશે.
