Skip to main content
Settings Settings for Dark

અનુરાગસિંહ ઠાકુરે એક વર્ષમાં 1000 ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી

Live TV

X
  • અનુરાગ ઠાકુરે કહ્યું કે, તે માત્ર ભૂતપૂર્વ રમતવીરોને રોજગારીની તકો જ નહીં પરંતુ ઉભરતા ખેલાડીઓને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન લેવાની તક પણ આપશે.

    યુવા અને રમત ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે રાષ્ટ્રીય રમતગમત દિવસે દેશમાં 1 વર્ષમાં 1 હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી હતી. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં ભારતીય રમતગમત અંગેની ચાવીરૂપ પહેલ ની શરૂઆત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, તે માત્ર ભૂતપૂર્વ રમતવીરોને રોજગારીની તકો જ નહીં પરંતુ ઉભરતા ખેલાડીઓને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન લેવાની તક પણ આપશે.

    શ્રી ઠાકુરે એ પણ માહિતી આપી હતી કે, દરેક ખેલાડીને તેમના કેન્દ્ર માટે સાધનો ખરીદવા માટે 5 લાખ રૂપિયા અને સંચાલન ખર્ચ માટે દર વર્ષે બીજા 5 લાખ રૂપિયા આપવામાં આવશે. રમત ગમત મંત્રી એ અન્ય પહેલો વચ્ચે ફિટ ઈન્ડિયા ક્વિઝની ત્રીજી આવૃત્તિ શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે ખેલો ઇન્ડિયા યોજના હેઠળ મંજૂર કરાયેલા રમત ગમતની માળખાકીય યોજના અંગે માહિતી પુસ્તિકા અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન પોર્ટલ પણ લોન્ચ કર્યું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply